‘સરદારધામ – એક વિચાર’….મેગેઝીન એટલે આપણી વૈચારિક કાયા. સરદારધામની પાંચ ભવનની ઈમારત તો સમાજની ભૌતિક કાયા છે. પરંતુ સમાજની વૈચારિક કાયા પણ એટલી જ મજબૂત હોવી જરૂરી છે. ‘સરદારધામ- એક વિચાર’ સતત સમાજને જોડે છે. પરિવારથી પરિવારને જોડે છે. પરિવારની વાતો, સમાજની વાતો, બિઝનેસની વાતો, સફળતાની વાતો અને સાથે સાથે ખુમારી અને ખુદ્દારીથી બનતા જીવનની વાતો અહીં પ્રમુખ છે. લોહપુરુષ એવા સરદારસાહેબના સંસ્મરણોને ઉજાગર કરતા લેખો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો, સ્વામી વિવેકાનંદના ઉત્સાહ અને પ્રેરણાથી ભરી દેતા લેખો દ્વારા પાટીદાર સમાજ સતત પ્રેરણા લઈને જાગ્રુતિની દિશા તરફ આગળ વધે તે હેતુ અહીં છે. આ મેગેઝીન સમગ્ર સમાજને એક તાંતણે જોડે છે. સમાજ ભલે વિશ્વના દરેક ખૂણે વસે પરંતુ તેના ટેબલ પર પડેલા ‘સરદારધામ-એક વિચાર’ના લેખો તેને પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડે છે. સ્વામી સચ્ચિદાનંદ, ચંદ્રકાંત બક્ષી, જય વસાવડા, ગુણવંત શાહ, કાજલ ઓઝા વૈદ્ય, સુધા મૂર્તિ, નારાયણ મૂર્તિ જેવા સમાજને પ્રેરતા લેખકોના લેખ દ્વારા આ મેગેઝીન તૈયાર કરવામાં આવે છે.