sardardham-round-logo-2
sardardham-round-logo-2
initiative-sardhardham-inner-banner.jpg
Sardardham

સરદારધામ - સંસ્થા

  • Home
  • સરદારધામ – સંસ્થા

સરદારધામ - સંસ્થા

સરદારધામ અમદાવાદ

અમદાવાદ શૈક્ષણિક ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર વિસ્તરી રહ્યું છે ત્યારે, આપણા શહેરમાં દુર દુરથી ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારમાંથી આપણા સમાજના દીકરા-દીકરીઓ તેમની તેજસ્વી આંખોના સ્વપ્ના સાકાર કરવા અને માતા-પિતાનું ગૌરવ વધારવા, તેમજ રાષ્ટ્રની ઉન્નતી માટે વિકાસની આશા સાથે ઉચ્ચ અભ્યાસ અર્થે અમદાવાદ શહેરમાં આવે છે.ત્યારે તેઓને મદદરૂપ થવા આપણે સૌ કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છીએ. ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા દીકરાઓને રહેવા-જમવાની વ્યવસ્થા પરવડે તેવા દરે ઉપલભ્ધ થાય, એવા ઉમદા હેતુ સાથે સરદારધામ દ્વારા કુમાર અને કન્યા છાત્રાલયનું કાર્ય પૂર્ણ કરી સમાજને લોકાર્પણ કરવાનું આપનું સ્વપ્ન સાકાર કરવાનું લક્ષ્ય છે.”યુવા શક્તિ” સ્વયંમાં આત્મવિશ્વાસ , સંબંધોમાં સમૃધી અને નિર્ભયતા પ્રાપ્ત કરી સંપૂર્ણપણે શિક્ષિત, દીક્ષિત, વિકસિત અને સ્વયંભુ રક્ષિત થાય એવું આપણે સૌ ઈચ્છીએ છીએ.”સરદારધામ” ના લક્ષ્યબિંદુઓને અમલમાં મુકવાનું ભગીરથ કામ આપ સૌના સહકારથી સાકાર કરીશું.નવી પેઢીના સોનેરી સ્વપ્ના કેળવણી થકી સાકાર કરવા આપના સહિયારા સુંદર પ્રયાસો થી જ શક્ય છે.સરદારધામના પાંચ ભવન પૈકી બે ભવનમાં ૧૦૦૦ દિકરાઓ રહી શકે તેવી કુમાર છાત્રાલય , બે ભવનમાં ૧૦૦૦ કિકરીઓ રહી શકે તેવી કન્યા છાત્રાલય અને વચ્ચે ના સમાજસેતુ ભવનમાં યુ.પી.એસ.સી/જી.પી.એસ.સી તાલિમ કેન્દ્ર ,મહેસુલ માર્ગદર્શન ,કાનુન માર્ગદર્શન કેન્દ્ર જેવી સમાજ ઉપયોગી પ્રવૃતિ કરવાનો મુળભુત હેતુ છે.

અમદાવાદ

મધ્ય ગુજરાત- વડોદરા

સરદારધામ-ભાવનગર

Walkthrough

અમદાવાદ

મધ્ય ગુજરાત- વડોદરા

સરદારધામ-ભાવનગર