sardardham-round-logo-2
sardardham-round-logo-2
a-thought-inner-page2.jpg
Sardardham

એક વિચાર

એક વિચાર...

નમસ્કાર,

અમારા ગૌરવવંતા આત્મીય,તેજસ્વી બંધુ-ભગિનીઓ….

અખંડ ભારતના શિલ્પી અને સાચી સ્વતંત્રતાના પ્રણેતા એવમ્ લોહપુરૂષ, યુગપુરૂષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના આપણે સૌ વારસદાર છીએ તેનું આપણે મન ગૌરવ છે.

આવો, અમારા વ્હાલા જ્ઞાનવંતા, ખમીરવંતા, ઝમીરવંતા, અમીરવંતા ભાઈ-બહેનો… આપણે સૌ સરદાર સાહેબના જીવનના ઉચ્ચ આદર્શોમાંથી પ્રેરણા લઈ “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” કરવા કટીબદ્ધ અને સંકલ્પબદ્ધ થઈએ.

સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીની 21મી સદીમાં અને અવિરતપણે ચાલતાં ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકરણના આ સમયપ્રવાહમાં આપણાં દીકરા-દીકરીઓ દેશ અને દુનિયા સાથે તાલ મિલાવી શકે અનેવિવિધ પ્રકારની ઉભરતી તકોને ઝડપી શકે, આત્મવિશ્વાસથી પોતાનું સ્વાવલંબી જીવન જીવી શકે તે માટે તેમને પૂરતું પીઠબળ અને માર્ગદર્શન પુરું પાડીએ.

તેઓમાં શિક્ષિત – દીક્ષિત – વિકસિત અને રક્ષિત થઈ સ્વયંમાં વિશ્વાસ, પારિવારિક સંબંધોમાં અને સમાજમાં અભય તૃપ્તિ અને પ્રકૃતિ સાથેના સમન્વયથી સુખ, શાંતિ, સંતોષ અને આનંદ વધે એવી આપણી નેમ છે.

તો આવો, આપણે યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા વધે તેમજ લોકશાહીના આધારસ્તંભો, જેવા કે રાજતંત્ર, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, મીડિયાતંત્ર અને સંરક્ષણ દળમાં વધુમાં વધુ આપણાં દીકરા-દીકરીઓ સહભાગી થાય તે માટે તેઓને સક્ષમ બનાવીએ. આપણે સૌ સાથે મળીને “સમસ્ત પાટીદારની એકતાનું ધામ – સરદારધામ” ને તન-મન-ધનથી ઉપયોગી થઈ પગદંડીથી મહાપ્રયાણની આ વિકાસયાત્રામાં જોડાઈએ.

           

 

જય સરદાર જય હિંદ…