મિશન અને વિઝન

મિશન

 • સમાજની નવજાગૃતિ દ્વારા રાષ્ટ્ર નિર્માણ
 • સામાજિક અખંડિતતા માટે એકતા અને બંધુત્વની ભાવના બળવત્તર કરવી
 • સમાજનો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ

વિઝન

 1. સમાજના સર્વગ્રાહી વિકાસ માટે જુદા જુદા કાર્યક્રમો /યોજનાઓ હાથ ધરવા
 2. ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓ દ્વારા યુવાનોનું સશક્તિકરણ કરવું
 3. યુવાનોને રોજગારી તેમજ કારકિર્દીની તકો પૂરી પાડવી
 4. ઉદ્યોગ/વ્યાપાર સાહસિકો તૈયાર કરવા યોગ્ય માધ્યમ પૂરું પાડવું તેમજ કૌશલ્ય સંવર્ધન માટે આયોજન
 5. પાટીદારનો સાંસ્કૃતિક વારસો સાતત્યપુર્વક જાળવવો અને નિભાવવો

ગોલ્સ

 1. વિશ્વકક્ષાએ પાટીદારની ઓળખ નોંધપાત્ર રીતે વધારવી અને ગ્રામ્યકક્ષાએથી વિશ્વકક્ષાનું જોડાણ વધારવું.
 2. જરૂરિયાતમંદ પાટીદાર પરિવારનો સામાજિક અને આર્થિક વિકાસ કરવો.
 3. સ્ત્રી સશક્તિકરણ, શૈક્ષણિક, સ્વરોજગારી તેમજ ઉદ્યોગ સાહસિકતામાં ભાગીદારી
 4. આરોગ્યને જોખમકારક, તંબાકુ, ગુટકા તેમજ દારૂ અને નશાયુક્ત ચીજવસ્તુઓના સેવન/વ્યસન દૂર કરવાના પ્રયત્નો / અભિયાન ચલાવવું.
 5. પ્રથમ તબક્કામાં 2000 દીકરા/દીકરીઓ માટે સગવડયુક્ત, પોષાય તે સ્વરૂપની છાત્રાલય સુવિધા ઉપલબ્ધ કરવી.
 6. “સરદારધામ”ની ઓળખથી – ટ્રસ્ટની વડા તેમજ કોર્પોરેટ રજિસ્ટર્ડ ભવનનું નિર્માણ કરવું તેમજ “કારકિર્દી ઘડતર” માટેનું અદ્યતન તાલીમ કેન્દ્ર બનાવવું.
 7. બીજા તબક્કામાં પર્યાપ્ત જમીન સંપાદન કરી, 8000 દીકરા/દીકરીઓ માટે છાત્રાલયનું નિર્માણ કરવું તેમજ તબક્કાવાર આવા નવીન કેન્દ્રો શરૂ કરવાં.
 8. સરકારમાં કામ કરતા તેમજ નિવૃત અધિકારીઓ અને કોર્પોરેટ જગતના, એક્ઝિક્યુટીવના સહકારથી તેમજ સમાજશ્રેષ્ઠીઓના સહયોગથી સંબંધિત ક્ષેત્રના પ્રશ્નો / સમસ્યાઓના નિરાકરણ માટે – મહેસૂલી માર્ગદર્શન / કાનૂની માર્ગદર્શન, ઔદ્યોગિક માર્ગદર્શનના ફોરમની રચના કરવી.
 9. સમગ્ર દેશ અને દુનિયામાંથી રાજ્યમાં આવતા પાટીદાર સમુદાય માટે સુવિધાયુક્ત અદ્યતન અતિથિભવનનું નિર્માણ કરવું.